ટ્રમ્પ પહોંચ્યા જાપાન, નોર્થ કોરિયા ને ગણાવ્યું માથાનો દુખાવો
ન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ જાપાન પહોંચી ગયા છે. ટ્રમ્પ એશિયાના પાંચ દેશોની મુલાકાત લેવાના છે. પહેલીવારે એશિયાના પ્રવાસે આવેલા ટ્રમ્પે જાપાન ખાતે યુએસ-જાપાનીઝ મિલિટરી બેઝની મુલાકાત લીધી હતી. અહીં ટ્રમ્પે ઉત્તર કોરિયાની ઝાટકણી કાઢતાં તેને માથાનો દુખાવો ગણાવ્યું હતું. ટ્રમ્પે કહ્યું કે, આ સમસ્યાનો ઉકેલ લાવવો જરૂરી છે. ટ્રમ્પે પોતાની સાથે ટ્રાવેલ કરી રહેલા રિપોર્ટર્સને કહ્યું કે, ગત 25 વર્ષોમાં ઉત્તર કોરિયા સામે ઢીલાશભર્યું વર્તન રાખવામાં આવ્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે, તે ઉત્તર કોરિયાના મિસાઇલ પ્રોગ્રામ વિરુદ્ધ કડકાઇ ભર્યા પગલાં લેવા માટે ઘણા દેશો સાથે ચર્ચા કરશે.
ટ્રમ્પ અને આબે ગોલ્ફ રમશે
- ટ્રમ્પ પોતાના એશિયા પ્રવાસના પહેલા દિવસે જાપાન પહોંચ્યા, તેઓ ટોક્યોની બહાર યોકોતા એરફોર્સ બેઝ પર ઉતર્યા.
- જાપાની પીએમ શિન્જો આબે એ ટ્રમ્પના ગોલ્ફ પ્રેમને ધ્યાનમાં રાખીને એક ગોલ્ફ કોર્સમાં મીટિંગનું આયોજન કર્યું છે.
- અહીં બંને જાપાની ગોલ્ફર હિદેકી મતસૂયાહમાદ સાથે ગોલ્ફ પણ રમશે.
- જાપાન પછી ટ્રમ્પ સાઉથ કોરિયા, ચીન, વિયેતનામ અને ફિલિપીન્સ સહિત કુલ 5 દેશોની મુલાકાત લેશે.
- જાપાની પીએમ શિન્જો આબે એ ટ્રમ્પના ગોલ્ફ પ્રેમને ધ્યાનમાં રાખીને એક ગોલ્ફ કોર્સમાં મીટિંગનું આયોજન કર્યું છે.
- અહીં બંને જાપાની ગોલ્ફર હિદેકી મતસૂયાહમાદ સાથે ગોલ્ફ પણ રમશે.
- જાપાન પછી ટ્રમ્પ સાઉથ કોરિયા, ચીન, વિયેતનામ અને ફિલિપીન્સ સહિત કુલ 5 દેશોની મુલાકાત લેશે.
ટ્રમ્પને કારણે કિમ જોંગ ઉશ્કેરાઇ શકે
- કેટલાંક સ્થાનિક એક્સપર્ટે શંકા વ્યક્ત કરી છે કે, એશિયામાં ટ્રમ્પની હાજરીથી ઉત્તર કોરિયાનો તાનાશાહ કિમ જોંગ ઉન ઉશ્કેરાશે.
- ટ્રમ્પની હાજરીને કારણે ઉશ્કેરાયેલો કિમ મિસાઇલ પરીક્ષણ પણ કરાવી શકે છે.
- ટ્રમ્પે કહ્યું છે કે, કિમના મામલે સમાધાન થાય તેવું તેઓ જલ્દી શોધશે. ટ્રમ્પે કહ્યું કે, તેઓ ચીનના રાષ્ટ્રપતિની પણ મુલાકાત કરશે.
પુતિને પણ મળશે ટ્રમ્પ
- ટ્રમ્પે કહ્યું કે, એશિયાન સમ્મેલનમાં પુતિન સાથે મુલાકાત થવાની શક્યતા છે.
- એરફોર્સ વનમાં જાપાન જતી વખતે ટ્રમ્પે રિપોર્ટર્સને કહ્યું કે, ઉત્તર કોરિયાના સંકટને પહોંચી વળવા માટે તેમની પુતિનની મદદ જોઇશે.
- ટ્રમ્પે કહ્યું કે, તે વિશ્વના ઘણા દેશોના વડાને મળીને ઉત્તર કોરિયા પર પ્રેશર લાવવા અંગે ચર્ચા કરશે.
- ટ્રમ્પ અને પુતિન વચ્ચે વિયેતનામ અને ફિલિપીન્સ એમ બે વખત વિવિધ સમિટમાં મુલાકાત થઇ શકે છે.

No comments:
Post a Comment