Sunday, 5 November 2017

અમિતાભ સહિત 714 ભારતીયોએ વિદેશોમાં કર્યું રોકાણ: પૈરાડાઈઝ પેપર્સ

અમિતાભ સહિત 714 ભારતીયોએ વિદેશોમાં કર્યું રોકાણ: પૈરાડાઈઝ પેપર્સ


વોશિંગ્ટન/નવી દિલ્હી: અમિતાભ બચ્ચન સહિત 714 ભારતીયોએ વિદેશોમાં રોકાણ કર્યું હોવાની માહિતી મળી છે. અમિતાભનું નામ પનામા પેપર્સમાં પણ આવ્યું હતું. રિપોર્ટમાં 180 દેશોને સામેલ કરવામાં આવ્યા છે. જેમાં સામેલ દેશોના નામમાં ભારત 19માં ક્રમે છે. જયંત સિન્હાએ આ મામલે ખુલાસો કર્યો છે. રિપોર્ટમાં જે ઓમિડાયર નેટવર્કનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે, તેની સાથે એક સમયે જયંત સિન્હા જોડાયેલા હતા. આ ખુલાસો અમેરિકાની ઈન્ટરનેશનલ કંશોર્શિયમ ઓફ ઈન્વેસ્ટીગેશન જર્નાલિસ્ટ્સ (ICIJ)પેરાડાઈઝ પેપર્સમાં કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ICIJએ ગયા વર્ષે પનામા પેપર્સ દ્વારા ઘણાં મહત્વના ખુલાસા કર્યા હતા.


- બ્રોનફમેનનું નામ સામે આવવાથી ટ્રૂડોની મુશ્કેલીઓ વધી ગઈ છે. બે વર્ષ પહેલાં ટ્રૂડો આર્થિક અસમાનતા અને ટેક્સ માફ કરી દેવાના વાયદે જ સત્તામાં આવ્યા હતા. 
- એલિઝાબેથનું ટેક્સ હેવંસ દેશોમાં રોકાણ કરવાથી એ સવાલ ઊભો થાય છે કે, શું બ્રિટનના પ્રમુખ હોવા છતા તેમણે આ પ્રમાણેનું રોકાણ કરવું જોઈએ.
આ ઉંમરે પ્રસિદ્ધી નહીં શાંતિ જોઈએ છે: અમિતાભ
બોલિવૂડનાં મહાનાયક ગણાતાં અમિતાભ બચ્ચને રવિવારે તેમના બ્લોગ પર એક પોસ્ટમાં કહ્યું હતું કે 75 વર્ષની ઉંમરે હવે હું પ્રસિદ્ધિથી મુક્તિ અને શાંતિ ઈચ્છું છું. તેમની પ્રસિદ્ધિને કારણે તેમના પર બોફોર્સ કૌભાંડ, પનામા પેપર અને તાજેતરમાં પોતાની સંપત્તિ પર ગેરકાયદેસર નિર્માણ જેવા આરોપો પણ લાગ્યા હતા. તેમણે બ્લોગમાં લખ્યું કે મારા જીવનના અંતિમ કેટલાક વર્ષોમાં હું એકલો રહેવા માગુ છું ઉપાધિ નથી જોઈતી તેનાથી નફરત છે.
બોફોર્સ કૌભાંડ વિશે લખ્યું કે અનેક વર્ષો સુધી અમને હેરાન કરાયા, ગદ્દાર કહેવાયા, ગેરવર્તૂંણક કરાઈ અને અપમાનિત કરાયા. કૌભાંડમાંથી નામ દૂર થવામાં 25 વર્ષ લાગી ગયા. પનામા પેપર વિશે તેમણે લખ્યું કે અમારાથી પ્રતિક્રિયા માગવામાં આવી. આરોપો ફગાવવા અને નામનો ખોટો ઉપયોગ કરવાને કારણે અમારી તરફથી બે વખત જવાબ આપવામાં આવ્યા. તેને છાપવામાં આવ્યા છતાં સવાલ તો યથાવત રહ્યાં.
બીએમસીની નોટિસ : મીડિયાને બદલે તંત્રએ ઉકેલ શોધવો જોઈએ

અનેકવાર જ્યારે મારા પર આરોપ લાગતા તો હું તેને યોગ્ય રીતે ઉકેલવાનો પ્રયાસ કરું છું પરંતુ ક્યારેક ક્યારેક મૌન રહેવામાં બુદ્ધિમાની હોય છે. બીએમસીના આરોપો પર તેમણે લખ્યું કે મીડિયાને બદલે તંત્રએ તેનો ઉકેલ શોધવો જોઇએ.
શું છે પનામા પેપર્સ કેસ?

- ગયા વર્ષે બ્રિટનમાં પનામાની લૉ કંપનીએ 1.15 કરોડના ટેક્સ ડોક્યુમેન્ટ લીક કર્યા હતા. તેમા કહેવામાં આવ્યું હતું કે, વ્લાદિમીર રુતિન, નવાઝ શરી, શી જિનપિંગ અને ફૂટબોલર મૈસીએ કેવી રીતે તેમની મોટી આવક ટેક્સ હેવન વાળા દેશોમાં જમા કરી છે. લીક થયેલા ટેક્સ ડોક્યુમેન્ટમાં આ વિશે માહિતી મળી હતી કે કેવી રીતે સમગ્ર દુનિયાના 140 નેતાઓ અને સેલિબ્રિટીઓએ ટેક્સ હેવન દેશોમાં રોકાણ કર્યું છે. આ લોકોએ શેડો કંપની, ટ્રસ્ટ અને કોર્પોરેશન બનાવ્યા અને તે દ્વારા ટેક્સ બચાવ્યો છે. 
- લીક થયેલી લિસ્ટ ખાસ કરીને પનામાસ બ્રિટિશ વર્જિન આઈલેન્ડ અને બહામાસમાં થયેલા રોકાણ વિશે જણાવે છે. 
- વિવિધ નેતાઓ અને સેલિબ્રિટીઓએ આ દેશોમાં રોકાણ એટલા માટે કર્યું છે કારણ કે ત્યાં ટેક્સના નિયમો ખૂબ સરળ છે અને કસ્ટમર્સની ઓળખનો ખુલાસો પણ કરવામાં આવતો નથી.
- પનામામાં આવી 3.50 લાખથી વધારે સીક્રેટ ઈન્ટરનેશનલ બિઝનેસ કંપનીઓ છે.

No comments:

Post a Comment