Sunday, 5 November 2017

ઇજિપ્તના પિરામિડમાંથી મળી 100 ફૂટની સિક્રેટ ગુફા


ઇજિપ્તના પિરામિડમાંથી મળી 100 ફૂટની સિક્રેટ ગુફા


ઇન્ટરનેશનલ ડેસ્કઃ વિશ્વની સાત અજાયબીઓમાં સામેલ ગીઝાના કુફૂ પિરામિડમાં એક વિમાન આવી જાય તેટલી ખાલી જગ્યા મળી આવી છે. કુફૂ પિરામિડમાં મળેલી આટલી મોટી જગ્યા એક તરફ ઇશારો કરે છે કે, અહીં કોઇ ગુપ્ત ચેમ્બર કે ભોંયરું હોઇ શકે છે.


- હાલ વૈજ્ઞાનિકો ગ્રેટ પિરામિડનો કોસ્મિક રૅની મદદથી મેપ તૈયાર કરી રહ્યા છે. જેની મદદથી આ નવા ગુપ્ત સ્ટ્રક્ચર વિશે કંઇક વધુ માહિતી મળી શકે. 
- આ ઇન્ટર્નલ સ્ટ્રેક્ચર ગ્રાન્ડ ગેલેરીની પાસે છે - જે બે પિરામિડના ચેમ્બર હોવા તરફ ઇશારો કરે છે. 
- જે સમાન રૂટ તરફ નિર્દેશ કરે છે. અહીંથી 30 મીટર (100 ફૂટ) જેટલો રૂટ છે જે 600 ક્યુબિક મીટર (20,000 ક્યુબિક ફૂટ) જેટલો ઉંડો છે. 
- આ ખાસ ડિઝાઇન અને ખાલી જગ્યા વિશે હજુ સુધી રહસ્ય યથાવત છે અને એક્સપર્ટ્સ તે વિશે વધુ માહિતી મેળવવા સંશોધન કરી રહ્યા છે.

આર્કિયોલોજી નિષ્ણાત નવી જાણકારી મેળવવાની કોશિશ કરી રહ્યા છે 
- કહેવાય છે કે, અહીં કેટલાંક રૂમ્સ એવા છે જેની શોધખોળ કરીને આર્કિયોલોજી નિષ્ણાત નવી જાણકારીઓ મેળવી શકે છે. તેમ છતાં અહીં શોધખોળ અને અન્ય એક્સપિરિમેન્ટ્સ નહીં કરી શકાય, કારણ કે આનાથી પિરામિડને નુકસાન હોવાનું જોખમ ઉભું થઇ શકે છે. 
- સાયન્ટિસ્ટનું કહેવું છે કે, શોધમાં જે સ્થળ ખાલી હોવાની જાણકારી મળી છે તે છેલ્લાં 4,500 વર્ષોથી કોઇના સંપર્કમાં નહતી અને અનટચ્ડ હતી. એટલે કે, છેલ્લાં સાડા ચાર હજાર વર્ષથી આ સ્થળ જેમનું તેમ છે. 
- સ્કેન પિરામિડ પ્રોજેક્ટમાં સહયોગી સંશોધનકર્તા મેહદી તૈયૂબીએ જણાવ્યું કે, આ સ્થળ અંદાજિત 100 ફૂટ પહોળું છે અને તે પિરમિડની વચ્ચે બનેલી ગ્રાન્ડ ગેલેરી (155)ની બિલકુલ ઉપર સ્થિત છે. 
- એક અંદાજ મુજબ આ રાજા અને રાણીની ચેમ્બર છે, અન્ય ખાલી જગ્યા ગ્રાન્ડ ગેલેરી હશે. અહીંથી બહાર જવાનો રસ્તા વિશે જાણકારી નથી મળી. 
- આ સ્થળ એટલું મોટું છે કે, 200 સીટરનું એક પ્લેન પણ અહીં સેટ થઇ શકે છે.

કેવી રીતે મળી જાણકારી 
- વૈજ્ઞાનિકો આ પિરામિડની અંદરના રહસ્યો જાણવા માટે કોસ્મિ રેજનો પ્રયોગ કરી રહ્યા છે. જે ઇમેજિંગ મેથડ પર કામ કરે છે. 
- આ ટેક્નિકને MUON MOMOGRAPHY કહેવામાં આવે છે. જેનો અર્થ ખોદકામ કે ઉપકરણો વગર વૈજ્ઞાનિકો અંદર છૂપાયેલા સ્થળો વિશે જાણકારી મેળવી રહ્યા છે. 
- આનાથી પિરામિડને નુકસાન પણ નહીં પહોંચે અને વિશ્વને આ આશ્ચર્યજનક સ્થળ વિશે જાણકારી પણ મળી જશે કે ગીઝાના પિરામિડની અંદર શું છે

No comments:

Post a Comment

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નાં આ સિક્રેટ તમે ક્યારેય નહી જાણતા હોવ.’

સૌથી પ્રખ્યાત શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દરેક કલાકારનો એક અલગ અને અનોખો સંબંધ છે. આ શોમાં કેટલાક સિક્રેટ પણ છૂપાયેલા છે, જે આજે અમ...